સફરજનની ખેતી કેવી રીતે થાય || how to grow Apple

 

સફરજનની ખેતી કેવી રીતે થાય? 


હેલો મિત્રો હું ડીજીટલ અશોક સ્વાગત કરુ છુ તમારુ મારી આ નવી Blog Post ની અંદર આજે આપણે વાત કરીશું સફરજનની ખેતી કેવી રીતે થાય? જેની માહિતી નીચે મુજબ છે.
સફરજનની ખેતી કેવી રીતે થાય? 


સફરજનનું ઉત્પતિ સ્થાન હિમાલયના જંગલો અને દક્ષિણ-પૂર્ણ એશિયા છે.ભારતમાં સફરજનની ખેતી હિમાચલ પ્રદેશ, ઉતરાખંડ, પંજાબ અને જમ્મુ-કાશ્મીરમાં થાય છે.

સફરજનનું ઝાડ ૩૫ ફૂટ સુધીની ઉંચાઈ ધરાવતું, પહોળા પાનવાળું, ગોળાકાર સ્વરૂપે વધવાવાળું પાનખર પ્રકારનું છે.

style="text-align: left;">હવામાન: સફરજન સમશીતોષ્ણ પ્રદેશોમાં ઉત્પાદન આપનારું ઝાડ છે. સફરજનના સારા વૃદ્ધિ અને વિકાસ માટે ઠંડીની જરૂરિયાત પડે છે. સફરજનના ઝાડ પર ફળ આવવાના સમયે તાપમાન ૨૧.૧° સે. ડીગ્રી થી ૨૬.૭° સે. ડીગ્રી હોવું જોઈએ.


જમીન: સારી નીતારવાળી, પાણીની ખેંચ સહન કરે તેવી જમીન હોવી જોઈએ.


જાતો: સફરજનની અનેક જાતો છે તેમનું ઉત્પાદન પણ અલગ-અલગ છે. આ જાતોમાંથી અમુક અગત્યની જાતો નીચે મુજબ છે. મેલસ બંકાટા, મેલસ કારોનેરીયા, મેલસ આયોન્સીસ, મેલસ “યુમિલા” મેલસ સિન્ટ હેસ્ટ્રેિસ.


આ જાતોને સને ૧૮૮૭ માં એલેકઝાન્ડર કોટસને હિમાલય પ્રદેશમાં શિમલા પાસે વાવેતર કરેલું હતું.


હિમાચલ પ્રદેશની જાતો:

રેડ ડેલીસિયસ, ગોલ્ડન ડેલીસિયસ, ઓરેસ્ટર, પિયરમેન, ન્યુટન વંડર, કોકસ ઓરેન્જ પીપીન, કિંગ ઓફ પીપ્પીન્સ, સ્ટાર કિંગ વગેરે.

સહયોગી પાકો: નાશપતિ, સ્ટ્રોબેરી, બીન્સ વગેરે.


ઢાળ ઉપર સીડી અને વૃદ્ધિ :

હિમાલયની ટેકરીઓમાં વધુ ઢોળાવ છે.જયારે આપણે સફરજનના છોડ રોપીએ છીએ ત્યારે આપણે કાળજી ઢાળની વિરુદ્ધ દિશામાં નીક તૈયાર કરવી જોઈએ. જેથી પાણી રોકી શકાય.પાણી રોકવાથી જમીનનો હ્યુમસ રોકાય છે.

પહાડીની તળેટીથી ઉપર જતા ગોળાકાર સીડીનું નિર્માણ કરવું. આ સીડીઓ પર કાષ્ટ પદાર્થ નાખી નિશ્ચિત અંતર પર નિશાન લગાડવું. ૧.૫ x ૧.૫ x ૧.૫ ઊંડા ખાડા કરવા, ખાડામાં ચોથા ભાગની માટી, બે ભાગનું ચાળેલું ગોબર, એક ભાગ ઘનજીવામૃત મેળવવું. 


આ મિશ્રણ તૈયાર રાખવું. સાથે સાથે બે સફરજન વચ્ચે એક

અને ચાર સફરજનની વચ્ચે એ જ સહયોગી પાક નાસપતી માટે ખાડો ખોદવો. 


હવે એક વર્ષ જેટલી સફરજનની કલમને અંદર નાખી દબાવી પાણી આપવું. 


એ જ પ્રમાણે નાસપતીની એક વર્ષની કલમ ખાડામાં મૂકી તૈયાર મિશ્રણ દબાવી અને થોડું પાણી આપવું.


કલમ લગાવતી વખતે એ વાતનું ધ્યાન આપવું કે કલમના મૂળ જમીનની સપાટીથી એક ફૂટ ઉપર હોવા જોઈએ. સફરજન અને નાસપતી છોડની વચ્ચે સ્ટ્રોબેરીના થડના ટુકડા લગાવવા અથવા જયાં ખાલી જગ્યા જણાય ત્યાં આપના વિસ્તારમાં થતા કઠોળનાં પાક જેવા આવે એમાં બીજ વાવવા. 


જો જરૂર હોય તો ટેકો આપવા માટે વાસની લાકડી ખોડી દેવી..


જીવામૃત :-

કલમ લગાડ્યા પછી સતત મહિનામાં એક અથવા બે વખત પિયતના પાણી સાથે સાથે ૨૦૦થી ૪૦૦ લીટર જીવામૃત આપો. જો ત્યાં પિયત ન થાય તો છોડના મૂળ પાસે થોડું જીવામૃત મહિનામાં એક કે બે વાર ઉમેરો. સાથે સાથે શરૂઆતથી જ મહિનામાં એકવાર પ૮ થી ૧૦% જીવામૃતનો એ કરવો. વર્ષમાં એકવાર વૃક્ષની પાસે ધનજીવામૃત ઉમેરતા રહો.


આચ્છાદાન :-

સફરજનના બગીચામાં જયાં પણ ખાલી જગ્યા મળે ત્યાં આચ્છાદાન કરતા રહેવું. જેટલું કાષ્ઠા પદાર્થ પાથરશો તેટલું વધારે ઉત્પાદન થશે.



છટણી:-

જયારે જયારે સફરજન સુશુપ્તાવાસ્થામાં જાય અને તડકો વધારે હોય ત્યારે બિન જરૂરી ઉપડાળીઓને કાઢી નાખવી જોઈએ. જેથી છોડને યોગ્ય આકાર આપી શકાય છે. 

આ છટણીથી પાકનું ઉત્પાદન વધે છે. ફળ ધારણની ક્ષમતા તથા ફળની ગુણવતા પણ વધે છે. છટણી પછી કપડા દ્વારા લીમડાની પેસ્ટ લગાડવી.

ફળની પારવણી :-

સફરજનના ઝાડના ફળો ખુબ વધારે માત્રામાં આવે છે જો આ બધા ફળને. વધવા દેવામાં આવે તો ફળો યોગ્ય રીતે વિકાસ કરશે નહિ. ઓછા વિકસિત ફળોની

કીમત પણ ઓછી છે. 


તેથી દરેક સમુહમાં એક અથવા બે ફળો રાખવામાં આવે છે

અને અન્ય કાઢી નાખવા. થીનીંગ હાથથી કરવું. રસાયણનો ઉપયોગ ન કરવો.


ફળોનું ખરવુ એક સામાન્ય ક્રિયા છે. પાવા પહેલા ફળ ખરવાનાં ઘણા કારણો છે. ફળ બેસવાની શરૂઆતમાં બારીક ફળો પડે છે. તેઓ પરાગનયન ન થવાથી થાય છે.


જુનમાં કુદરતી વાતાવરણમાં અચાનક બદલાવ જેમ કે તાપમાનમાં અચાનક વધારો અથવા ઘટાડો, આકાશમાં સતત વાદળછાયું વાતાવરણ રહે તો પાંદને પુરતો

સુર્યપ્રકાશ ન મળે, જમીનમાં કોઈ સુક્ષ્મપોષક તત્વોના અભાવને લીધે, પોષક તત્વો મૂળને પ્રાણના બને, ફળનાં પોષણ માટે સંગ્રહિત ખોરાક આવશ્યક પ્રમાણમાં ન

હોય અને રાસાયણિક ખાતરોનો જરૂરિયાતથી વધારે ઉપયોગ- આ ફળોના વધારે પડતા ખરી પડવાના કારણો હોય છે. પ્રાકૃતિક કૃષિમાં ફળો ખરતા નથી.


ફળોને ઉતારવા:

જયારે ફળોનો રંગ લીલામાંથી પીળો થવા લાગે ત્યારે ફળો ઉતારવા જોઈએ.ફળ ઉતારવાની શરૂઆત ડાળીઓના પાછળના ભાગથી કરવી જોઈએ.

ત્યાર બાદ આગળના ભાગની ડાળીઓમાંથી ફળ તોડવા જોઈએ. ફળ ડીસા (પર્ણદંડ) સાથે જ તોડવા જોઈએ.


ઉત્પાદન:

સફરજનનું એક ઝાડ લગભગ ૩૦થી ૫૦કિલો જેટલું ઉત્પાદન આપે છે.







Comments