હેલો મિત્રો આવી જ નવીન ભરતી વીશે જાણવા માટે અમારી પાસે તમારી પસંદગીની પ્રક્રિયા છે જેમાં માહિતી ઓનલાઇન દેખાય છે અને આ નવી યાદી છે જેમાં માહિતી ભરી મોકલી સકાય છે.
પંચમહાલ જિલ્લામાં નોકરી તક મધ્યાહન ભોજન માટે આવી ભરતી 2021
પંચમહાલ જિલ્લામાં નોકરી તક મધ્યાહન ભોજન માટે આવી ભરતી 2021 | New Madhya bhojan Bharti 2021 |
જાહેરખબર
પંચમહાલ જિલ્લામાં મધ્યાહન ભોજન યોજના હેઠળ ૧૧ માસની કરાર આધારિત જગ્યા ભરવાની જાહેરાત યોગ્ય લાયકાત ધરાવતા ઉમેદવારો પાસેથી જિલ્લા કક્ષાની તેમજ તાલુકા કક્ષાની કચેરીઓમાં ૧૧ માસના કરાર આધારિત ભરતી માટે નીચે મુજબની જગ્યાઓ માટે અરજી આવકાર્ય છે.
- કેમ
- જગ્યાનું નામ
- જગ્યાની સંખ્યા માસીક મહેનતાણું
- ૧ જિલ્લા કક્ષાએ જિલ્લા પ્રોજેક્ટ કો ઓર્ડીનેટર ૧ (એક) રૂ. ૧૦૦૦
- તાલુકા કક્ષાએ તાલુકા એમ.ડી.એમ. સુપરવાઇઝર ૭ (સાત) રૂ ૧૫00/-
મધ્યાહન ભોજન યોજનામાં જિલ્લા કક્ષાએ જિલ્લા પ્રોજેક્ટ કો ઓર્ડીનેટર અને તાલુકા કક્ષાએ તાલુકા એમ.ડી.એમ. સુપરવાઇઝર ની ૧૧ માસના કરાર આધારિત ભરતી માટે પસંદગી કરવા માટે યોગ્ય લાયકાતો અને પૂરતો અનુભવ ધરાવતાં ઉમેદવારો પાસેથી અરજીઓ મંગાવવામાં આવે છે.
અરજી ફોર્મ, નિમણૂંક માટેની લાયકાત અને શરતો નાયબ કલેક્ટર,મ.ભો.યો. ગોધરાની કચેરીમાંથી મેળવી શકશે.
આ જગ્યા પર ઉમેદવારી નોંધાવવા ઇચ્છતા ઉમેદવારે પોતાની અરજી તારીખ: ૦૩/૧૧/૨૦૨ ૧ ના રોજ સાંજે ૧૭.૦૦ કલાક સુધીમાં અત્રેની કચેરીમાં રૂબરૂમાં, સાદી ટપાલથી કે રજીસ્ટર પોસ્ટ એ.ડી./સ્પીડ પોસ્ટથી મોકલી આપવાની રહેશે. નિયત સમય બાદ મળેલ અરજીઓ માન્ય ગણાશે નહીં.
અરજી કરતાં પહેલાં ઉમેદવારે આ જગ્યાઓ માટેની આવશ્યક લાયકાત,વયમર્યાદા, અનુભવ, નિમણૂંકનો પ્રકાર અને મહેનતાણા અંગેના સુચના નીચે મુજબ છે.
સુચના મુજબ
- માર્ગદર્શીકા પહેલા વાંચી લેવી.
- આ જગ્યાઓ અંગેની પસંદગી યાદી નાયબ કલેક્ટરે, મેં.ભો.યો. ગોધરાનીકચેરીના નોટીસ બોર્ડ ઉપર મુકવામાં આવશે.
- મેરીટમાં અગ્રતા મેળવેલ ઉમેદવારોના ઇન્ટરવ્યું પ્રમાણપત્રોની ચકાસણી માટે નાયબ કલેક્ટર, મ.ભો.યો. ગોધરા ધ્વારા લેખિત/ઇ-મેઇલ દ્વારા જણાવવામાં આવશે.
અરજી મોકલવાનું સરનામું :- નાયબ કલેક્ટર, મધ્યાહન ભોજન યોજનાની કચેરી, બીજો માળ, જીલ્લા સેવા સદન-૧ કલેક્ટર ઓફીસ પંચમહાલ ગોધરા.
સ્થળ :- ગોધરા
(સુજલ મયાત્રા)
તારીખ :- ૨૦/૧૦/૨૦૨૧
કલેક્ટર પંચમહાલ
(માહિતી/ગોધરા/૬ ૧૨/૨૦૨ ૧)
ગોધરા
Comments
Post a Comment